Wp/kfr/કંડલા બંધર

< Wp‎ | kfr
Wp > kfr > કંડલા બંધર


કંડલા ભારત દેશજે આથમણે ભરાજે ગુજરાત રાજ્યજે વિસ્તારમેં સૌથી વડે હેડે કચ્છ જિલ્લેજે ગાંધીધામ શહેર નજીકજો મહત્વજો ને દેશજે પશ્ચિમી ધરિયા કિનારેજો હકડો વડો બંધર આય. હી બંધર અરબ સમંધરજે કિનારે કચ્છજે અખાતમેં ભનેલો આય. દેશજે ભાગલે પોય કરાંચી બંધર પાકિસ્તાનકે સોંપાણો તેથી આથમણે ભારતજે મહત્વજે બંધર સંઈ ઇ. સ. ૧૯૫૦મેં કંડલાજી સ્થાપના કરેમેં આવઈ .


૧૯૯૮જો વાવાઝોડો

edit

ઇ. સ. ૧૯૯૮મેં હતે ભયંકર વાવાઝોડો આવ્યો વો. અધિકૃત સરકારી માહિતી મુજબ, તેમેં અંદાજે ૧૦૦૦ માડુએં જી મોત થ્યાવા, પણ અનધિકૃત રીતે લગભગ ૧૦,૦૦૦ માડુએં જી ખુવારી થઈ હેડો મનજે તો. મૃતકોમેં લગભગ વડે ભાગજા માડુ અનધિકૃત રીતે વસધલ આપ્રવાસી મજુરો અને શાંતિનગરજા ગરીબ લોકો વા.